- 1971 ના યુદ્ધનું ચમત્કારિક મંદિર આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આસ્થાકેન્દ્ર
- બે કરોડના ખર્ચે મંદિર બન્યું,રણસરહદે આધ્યાત્મિક દ્રષ્ટિએ નવો સૂર્યોદય

1971 ભારત-પાક યુદ્ધ વિરામ બાદ ભારતીય સૈનિકો રણમાર્ગે કચ્છ તરફ પાછા આવતા હતા,એ સમયે જવાનોને અવાજ સંભળાયો "મને સાથે લઇ જાઓ" સેનિકોએ પાછું વળીને જોયું તો દૂર દૂર સુધી અફાટ રણમાં એકચોટ કાંઈ જ જોવા ન મળ્યું. સૈનિકો ફરીથી ધીમે ધીમે આગળ વધવા લાગ્યા.એવું પણ કહેવાય છે ત્યાં એક પોસ્ટ હતી,જેનું નામ હનુમાન તલાઈ હતું,જે વિસ્તાર હાલ પાકિસ્તાનમાં છે. સૈનિકો આગળ વધ્યા એવામાં ફરીથી વિચિત્ર અવાજ સંભળાયો.ત્યાં વીર સૈનિકોને અચાનક અફાટરણમાં હનુમાનજીની મૂર્તિ દેખાઈ.સૈનિકો તે મૂર્તિને લઈ કચ્છ સરહદ બાજુ આગળ વધ્યા,આ દરમ્યાન વચ્ચે રાત પડી ગયેલ અને થાક પણ લાગેલો હતો.જેથી ભારતની સરહદ આવી ગઈ હોતા સૌ સૈનિકોએ ત્યાં રાત્રીરોકાણ રણ વચ્ચે જ કર્યું અને હનુમાનજીની મૂર્તિને પણ ત્યાં જ બાજુમાં પધરાવી આરામ કર્યો.સવાર પડતા જ હનુમાનજી મૂર્તિ ઉઠાવવા અનેક પ્રયત્ન કર્યા પણ આ મૂર્તિ ન ડગી.કહેવાય છે કે મૂર્તિ બોલી કે,મને અહીજ રહેવા દો ! ત્યાં સર્જાઈ ગયું ભેડિયાબેટ હનુમાન મંદિર. જે દાયકાઓથી સીમા અને સૈન્યની રક્ષા કરે છે.દેશના જવાનો જ આ હનુમાનજીની સેવા પૂજા દૈનિક કરે છે કરતા આવ્યા છે.
કચ્છના વિઘાકોટ પાસે ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક આવેલું ભેડિયાબેટ હનુમાનજીનું મંદિર આસ્થાનું અતૂટ કેન્દ્ર છે.1971થી મૂર્તિ સ્થાપિત થઇ ત્યારબાદ આટલો સમય અહીં નાનકડું મંદિર હતું. જે બી.એસ.એફ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને તેની મરમ્મત કરાઈ હતી.આંતરરાષ્ટ્રીય સરહદે આ પ્રકારના મંદિર વિશે જાણી સ્વામિનારાયણ સંપ્રદાયના તેજેન્દ્રપ્રસાદજી મહારાજએ અહીં 2016માં મુલાકાત લીધી ત્યારે તેમણે આ મંદિરને વિકસાવવાની નેમ વ્યકત કરી હતી.મેં 2018માં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં મંદિરના જીર્ણોદ્ધાર માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો,અને ડિસેમ્બર 2019માં નવનિર્માણ સાથે આ મંદિર પરિસર લોકો માટે ખુલ્લું મુકાયું હતું. હાલના તબક્કે નવનિર્માણ સાથે સમગ્ર પરિસરની કાયાપલટ થઇ ચૂકી છે.જેમાં બે કરોડ રૂપિયાના ખર્ચે પ્રાર્થનાખંડ,પ્રદર્શન ગેલેરી,જવાનો માટે રહેઠાણની સુવિધા,ગેસ્ટ રૂમ,સાર્વજનિક શૌચાલય,ચબૂતરો,પાણીની ટાંકીઓ સહિતની વ્યવસ્થાઓ કરી દેવાઈ છે.જેથી રણસરહદે આધ્યાત્મિક દ્રષ્ટિએ નવો સૂર્યોદય થયો છે.

મંદિરની મૂર્તિ
ઘંટ થી છલકાય છે મંદિર પરિસર,જવાનોમાં અતૂટ શ્રદ્ધા
આ મંદિરની વિશેષતા એ છે કે, અહી શ્રદ્ધાળુઓ દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થયા બાદ ભાવિકો મંદિરમાં ઘંટ બાંધે છે.જો કે સૈન્યના જવાનોને પણ કચ્છ બહાર પોસ્ટિંગ મળે તો તેઓ પણ અહીં પિત્તળનો ઘંટ ચડાવે છે. અહીં નાના-મોટા અનેક ઘંટો મંદિરના પરિસરમાં જોવા મળે છે,જે ન માત્ર જવાનો પણ લોકોની આસ્થાનું પણ પ્રતીક છે
અહીં જવા બીએસએફની પરવાનગી જરૂરી,ભુજથી 130 કિમિ દૂર
ભુજથી ભેડિયા બેટ 130 કિલોમીટર દૂર છે,ખાવડા બાદ ઇન્ડિયા બ્રીજથી વિઘાકોટ સરહદ પર જતા રસ્તેથી અહીં જવાય છે. આ મંદિરની મુલાકાત માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સની પરવાનગી આવશ્યક લેવી પડે છે.

મંદિરના નવા પરિસર સંકુલની તસ્વીર
Comments