top of page

કચ્છમાં એક કરોડ વર્ષ પહેલા માનવના પૂર્વજ પૂંછહીન વાનર વસતા હતા

Writer's picture: Ronak GajjarRonak Gajjar

-હિમાલયની ગિરિમાળા બાદ ભારતમાં દ્વિતીય અવશેષ માત્ર કચ્છમાં મળ્યા કચ્છ કરોડો વર્ષ પુરાણ અશ્મિઓનો ખજાનો છે,તેનો ફરી એક દસ્તાવેજ મળી આવ્યો છે. ટપ્પર વિસ્તારમાંથી માનવના પૂર્વજ એવા પૂંછડી વિનાના વાંદરાના જડબાના 1.1 કરોડ વર્ષ પુરાણ અવશેષો મળતા આ પ્રજાતિના ઉત્ક્રાંતિના નવા સંશોધનોને આંતરરાષ્ટ્રીયસ્તરે વેગ મળશે.જો કે ભૂસ્તરની ભાષામાં દ્વીપકલ્પ ભારતમાં હિમાલયના નીચાણવાળા ભાગોને બાદ કરતા આ પ્રથમ અવશેષ મળ્યા છે. પૃથ્વી પરથી લુપ્ત થઇ ગયેલી દક્ષિણ આફ્રિકા અને દક્ષિણ એશિયાના વસવાટ કરતી વાનર પ્રજાતિ એપના અંગ્રેજી નામથી ઓળખાય છે.આ પ્રજાતિ દેખાવે ગોરીલા અને ચિમ્પાન્જી જેવી જ લાગે છે.સંશોધનપત્રમાં ઉલ્લેખ મુજબ શિવાપીથેકસના વૈજ્ઞાનિક નામથી ઓળખાતી આ જીનસના જડબાના હાડકાના જીવાશ્મી ટપ્પરમાંથી મળી આવ્યા હતા.


જેની ઉમર 10.8 મિલિયન વર્ષ એટલે કે એક કરોડ વર્ષ પુરાણી હોવાનું પૃથ્થકરણ એક્સરે કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી દ્વારા વૈજ્ઞાનિક ઢબે જણાયું છે.અહીં મળેલા અવશેષો પુખ્ત વાનરના હોવાની પણ નોંધ કરાઈ છે.વાડિયા ઇન્સ્ટિટ્યૂટની ટીમ દ્વારા ખોદકામ કરી આ નમૂના વર્ષ 2011 માં લેવાયા હતા,સાત વર્ષમાં સતત ભારત અને અમેરિકાની યુનિવર્સીટીના વડાઓ દ્વારા સંશોધનકાર્ય બાદ અંતે આ તારણ નીકળ્યું હતું.એક્સરે પદ્ધતિથી દાંત અને તેના મૂળિયાં ની ટોમોગ્રાફીથી આ શિવાપીથેકસના જીનસનું હોવાનું તારણ આવ્યું છે,પણ ચોક્કસ પ્રજાતિ સંશોધકો દ્વારા હજુ પણ જાણી શકાઈ નથી.

ટપ્પર નજીકથી મળેલા વાનરના મળેલા અવશેષો


બીરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પાલીઓસાયન્સ,લખનઉથી અનસૂયા ભંડારી,અમેરિકાની ડ્યુક યુનિવર્સીટીથી એફ.રિચાર્ડ અને બ્લાયથ વિલિયમ્સ,વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી દેહરાદૂનના બ્રહમાનંદ તિવારી,આઈઆઈટી રૂરકીના ભૂ-વિજ્ઞાનના વડા સુનિલ બાજપાઈ અને અમેરિકાની નોર્થઇસ્ટર્ન ઓહિયો યુનિવર્સીટીના ટોબીન હિરોન્યુસ દ્વારા આ સંશોધન કરાયું છે,જેનું રિસર્ચ પેપર વર્ષ 2018ના અંતગાળામાં પ્રસિદ્ધ કરાયું હતું.. જેમાં પશ્ચિમી કચ્છમાંથી કરાયેલી શોધ ભારતમાં માનવીયપૂર્વજો એવા વાનરના અસ્તિવ અને તેને લઈને અનેક રહસ્યો ખોલશે તેવી પ્રબળ જિજ્ઞાસાઓ ભૂસ્તરશાસ્ત્રીઓએ વ્યક્ત કરી હતી.ગુજરાતનાં કચ્છમાં 11 મિલિયન વર્ષ જૂના માનવ પૂર્વજોની સીમાચિહ્ન શોધ થઇ છે તેમ શોધકર્તાઓએ ઉલ્લેખ કર્યો છે. માનવના પૂર્વજોના આ અગાઉ ચાર અવશેષ જ મળ્યા છે ભૂસ્તરીય દ્રશિએ શિવાલિક રેન્જથી ઓળખાતી પાકિસ્તાનની પોતવાર,ભારતમાં રામનગર અને હરિતલયાંગર અને નેપાળની ચુરિયા ગિરિમાળામાંથી આ અગાઉ આ અવશેષો મળ્યા છે.જમીની ભૂભાગ અને ગિરિમાળા સિવાયના વિસ્તાર બહાર આ અવશેષો પ્રથમ વખત મળ્યા છે. કચ્છના અશ્મિઓના ઇતિહાસનું મહત્વનું બીજું સંશોધન આજથી બે વર્ષ પહેલા લોડાઇ વિસ્તારમાંથી માછલી પ્રકારના દરિયાઈ સરીસૃપ એવા ઇથિયોસારના અવશેષ મળ્યા હતા,જેનું એશિયા ખંડમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અત્યંત મહત્વ છે. ત્યારબાદ સૌથી મોટું આ સંશોધન થયું હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. જો કે 16 કરોડ પુરાણ વૃક્ષઅશ્મિઓ ધોળાવીરા નજીક પણ આવેલા છે. જીવસૃષ્ટિની દ્રષ્ટિએ આ સૌથી મોટું બીજું સંશોધન છે.

ફિલ્ડ સાઈટ પર અભ્યાસ કરી રહેલા સંશોધકો

આ વાનર માત્ર હિમાલય પૂરતા સીમિત ન હતા તેનો ઠોસ પુરાવો : સંશોધકો હિમાચલ પ્રદેશથી 1614 કિલોમીટર દૂર ભારતમાં કચ્છમાં મળેલા બીજા અવશેષે એપ વાનર પ્રજાતિના રહેણાંક અને વિસ્તરણને લઈને અનેક તાણાવાણા સર્જ્યા છે. ત્યારે સંશોધક સુનિલ બાજપાઈએ ઉલ્લેખ કરતા નોંધ્યું હ્યું કે,ચોક્કસ કહી શકાય કે,આ પ્રજાતિ માત્ર હિમાલય પૂરતી સીમિત ન હતી. #Research #Sivapithecus #Ape #Monkey #Himalaya #Kutch #Science #Tappar #Gujarat

 
 
 

Comments


  • Twitter
  • instagram
  • facebook
© Ronak Gajjar
bottom of page