ગૂગલ મેપ પ્રવાસે ગયેલા લોકોને ઘણી વખત એવા રવાડે ચડાવે છે કે જેની કોઈ સીમા નથી,તાજેતરમાં એક એવું ગપલું સામે આવ્યું જેમાં પાણી નથી ત્યાં કચ્છના રણના પૈસો આ મેપએ દેખાડી દીધો છે.
કચ્છના નાના રણમાં વરણું બેટ નજીક આ લોકેશન દર્શાવે છે.પાટડી નજીક ઝીઝુવાડા થી ૪૫ કિ.મી અને પાટડી થી ૭૧ કિ.મી સ્થિત કચ્છના નાના રણમાં એચડીએફસી બેન્કનું એટીએમ ગુગલ મેપમાં બતાવતા અમદાવાદના વન્યજીવ નિરીક્ષક રણજીત ઠાકોર અહીં જોવા ગયા હતા. જો કે આવું કશું જ ત્યાં છે નહીં !. અત્રે નોંધનીય છે કે,ઘુડખર અભયારણ્ય હેઠળ આ વિસ્તાર આવે છે અને દરવર્ષે હજારો પ્રવાસીઓ અહીં દેશ વિદેશથી આવે છે.ત્યારે ઝીંઝુવાડાથી અઢી કલાકના રસ્તે કોઈ દુઃખી થાય નહિ તો સારું !

Comments