વિશ્વભરમાં 2000થી વધુ ઝીંગાની પ્રજાતિઓ અસ્તિત્વમાં છે. પણ શું તમે જાણો છો કે,દેશના સૌથી મોટા જિલ્લા કચ્છના માડુની જેમ એક ઝીંગાની પ્રજાતિ પણ 'કચ્છી' છે?. કચ્છએ જૈવવૈવિધ્યતાનો ખજાનો છે,તે ફરી એક વાર સાબિત થઇ ગયું છે. નખત્રાણા નજીક ખારીનદી વિસ્તાર આસપાસ ઝીંગાની આ પ્રજાતિ વિશ્વમાં પ્રથમ વખત મળી આવી છે,જેનું નામ કચ્છ પરથી રાખવામાં આવ્યું છે.આ ન માત્ર કચ્છ પણ ગૌરવવંતા ગુજરાત માટે પણ ખુશીની બાબત છે.

સામાન્યતઃ મીઠા પાણીમાં જોવા મળતાના ઝીંગા (સ્રીમ્પ)ની આ પ્રજાતિની શોધ ગત વર્ષે કચ્છમાંથી થઈ હોઈ તેનું નામ 'કેરેડીના કચ્છી' રાખવામાં આવ્યું છે. આ સંશોધનપત્ર ન્યૂઝીલેન્ડથી પ્રસિદ્ધ થતી આંતરરાષ્ટ્રીય જર્નલમાં પણ પ્રસિદ્ધ થયું હતું. ભુજની આર.આર લાલન કોલેજના પ્રાણીશાસ્ત્રના પ્રાધ્યાપક અને બાયોલોજી વિભાગના વડા ડો.પ્રણવ પંડ્યા ઝીંગાની પ્રજાતિની શોધ દ્વારા કરવામાં આવી છે.સંશોધક પંડ્યાએ જણાવ્યું કે,ઝીંગાની આ પ્રજાતિનો સમાવેશ ક્રસ્ટેશિયા કુળમાં કેરિડીના જાતિમાં થાય છે.આ પ્રકારના જીવની સાઈઝ 3-4 સેન્ટિમીટર જેટલી હોય છે,જે મીઠાપાણીના જળાશય અથવા તળાવમાં જોવા મળે છે. ઝીંગાની આ પ્રજાતિ સ્થાનિક પાણી અને પર્યાવરણની લાક્ષણિકતાઓ અંગે જાણવા ઉપયોગી બનતા હોય છે.આ પ્રજાતિની ખરાઈ અને સંશોધનમાં નેચર હિસ્ટ્રી મ્યુઝિયમ લંડનના ડો.જાસ્મીન રિચાર્ડનું મોટું યોગદાન રહ્યું હતું. આ સિવાય તેઓએ સૌરાષ્ટ્રમાં ઝીંગાની કેરીડીના બાબુઆચી પ્રજાતિની નોંધ કરી છે,જે પશ્ચિમ ભારતમાં પ્રથમ વખત છે.જે માત્ર દક્ષિણ અને મધ્ય ભારતમાં જ નોંધાયું હતું. ઝીંગાના સંશોધકોને આ પ્રજાતિનો જીવ એક વર્ષ પૂર્વે ફિલ્ડ વિઝિટમાં મળેલ હતો,બાદમાં અભ્યાસ અને પૃથ્થકરણ કર્યા બાદ તેના પર સંશોધન થયું હતું. કચ્છને માન આપવા પ્રાણીશાસ્ત્રમાં કચ્છનું નામ જોડી વૈશ્વિક સ્તરે અહીંની વન્યસંપદા નોંધાઈ છે.
#CaridinaKutchi #Shrimp #Discovery #Biology #Kutch #Research
Comments