-ટ્વિટર પર લેટ સેટ હાલો કહીને છૂંદણાં,કડલાં વાળો લૂક જાહેર કર્યો
બોલીવૂડની જાણીતી અભિનેત્રી તાપસી પન્નુ કચ્છની દેશી છોકરીના અભિનયમાં તેની આગામી ફિલ્મમાં જોવા મળશે.કાલ્પનિક પાત્ર રશ્મિ નામની દોડવીર પર બનનારી રશ્મિ રોકેટ ફિલ્મમાં તે મુખ્ય પાત્ર ભજવશે.સીનેજગતમાં કચ્છનું રણ અને ભૂંગા ફરી આ ફિલ્મ થકી બ્લોકબસ્ટર સાબિત થશે.
સોશ્યલ મીડિયા હેન્ડલ પર લોન્ચ કરેલા મોશન પોસ્ટરમાં તાપસી કચ્છના બન્નીના રણ વિસ્તારના સમુદાયના લોકપહેરવેશમાં જોવા મળી હતી.સફેદ રણ અને ઊંટ અને ભૂંગા નજીકથી ધૂળમાં દોડતી તાપસી અંતે આંતરરાષ્ટ્રીય રનર ટ્રેક પર પહોંચે છે તેવું દર્શાવાયું છે.ફર્સ્ટ લૂકમાં તાપસીના ગળામાં કચ્છના છૂંદણાંની છાપ છે,વાળ ખુલ્લા છે અને નથડી અને કડલા સહિતના કચ્છી આભૂષણો પહેરી દોડતી દેખાય છે.
અત્રે નોંધનીય છે કે,આર.એસ.વી.પી પ્રોડક્શન હાઉસ અને આકર્ષ ખુરાના દ્વારા આ ફિલ્મનું નિર્માણ થઇ રહ્યું છે.હાલ ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાને લઈને કચ્છ આમેય ફિલ્મજગતમાં ચર્ચામાં છે,ત્યારે રશ્મિ રોકેટ ઉતેજના જગાવી છે.

Comentarios